તમારું ડીમેટ ખાતું ખોલવા માટે, તમારે સૌ પ્રથમ તમારી સુવિધા મુજબ એક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) પસંદ કરવાની જરૂર છે. સીડીએસએલ પાસે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા અનેક ઉચ્ચ કક્ષાના ડીપી છે. તમારા ઘર અથવા કામના સ્થળની નજીક સ્થિત ડીપી શોધવા માટે નીચે આપેલ અમારા સર્ચ એન્જિનનો ઉપયોગ કરો.
એકવાર તમે તમારી પસંદગી કરો પછી, તમને તમારા પસંદ કરેલ ડીપીના માહિતીપૂર્ણ પેજ પર લઈ જવામાં આવશે. પેજ ડીપી અને સર્વીસીસ સેન્ટરના ટેરિફ માળખા સંબંધિત માહિતી આપશે. તમે તમામ ડીપીના ટેરિફ સ્ટ્રક્ચરની તુલના પણ ડાઉનલોડ કરી શકો છો